મોહન ભાગવત હિન્દુ ધર્મના વડા નથી કે આપણે તેમની વાત સાંભળીએ: જગદગુરુ રામભદ્રાચાર્ય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના નિવેદન અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે આ સંઘ પ્રમુખનું અંગત નિવેદન હોઈ શકે છે અને તે આપણા બધાનું નિવેદન નથી. વધુમાં રામભદ્રાચાર્યએ કહ્યું કે, ભાગવત કોઈ પણ સંગઠનના વડા હોઈ શકે છે, તેઓ હિન્દુ ધર્મના વડા નથી. આ પહેલા સંતોના સંગઠન અખિલ ભારતીય સંત સમિતિએ મોહન ભાગવતની ટિપ્પણીની ટીકા કરી હતી. AKSSના જનરલ સેક્રેટરી સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ જણાવ્યું કે, “જ્યારે ધર્મનો વિષય આવે છે, ત્યારે તેનો નિર્ણય ધાર્મિક ગુરુઓએ લેવાનો હોય છે અને તેઓ જે પણ નિર્ણય લેશે તે સંઘ અને VHP દ્વારા સ્વીકારવામાં આવશે.