ગાંધીનગર

વાસણા ચૌધરી ખાતે આયુષ મેગા નિદાન કેમ્પનું આયોજન, ૧૮૦૦થી વધુ લોકોએ લીધો લાભ

પ્રધાનમંત્રી દ્વારા આયુષ પદ્ધતિને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જેથી વર્ષ 2014 થી આયુષ મંત્રાલયની અલગ રચના કરવામાં આવી છે. આયુર્વેદનો મહત્તમ પ્રચાર પ્રસાર થાય અને વધુ લોકો માહિતગાર બને તે હેતુથી જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા અવારનવાર આયુર્વેદ પ્રચાર પ્રસાર અંગે કાર્યક્રમો યોજાય છે, જે અંતર્ગત તા. ૨૪ ડિસેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લા પંચાયત ના સ્વભંડોળની વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની ગ્રાન્ટ માંથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગાંધીનગરની મંજૂરી અને માર્ગદર્શન હેઠળ દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ખાતે આયુષ મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયુષ મેગા કેમ્પ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભરતજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભારત સિંહ ઝાલા, તાલુકા ઉપપ્રમુખ મનુભાઈ મકવાણા, દશરથજી સંગાડા, લલિતસિંહ ઠાકોર, તાલુકા સદસ્ય રઈજીભાઈ, ગૌતમભાઈ પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ભાવના પટેલ, વાસણા ચૌધરી ના સરપંચ શ્રી ઈશ્વરભાઈ ચૌધરી વગેરે ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આયુષ મેગા સારવાર કેમ્પ અંતર્ગત મર્મ ચિકિત્સા – ૧૨૧,સ્ત્રી રોગ વંધ્યત્વ – ૧૨૭,બાળ રોગ – ૩૨૧,ચામડી ના રોગ – ૧૮૯,લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડર – ૧૬૭,જનરલ આયુર્વેદ ઓપીડી – ૩૪૬,જનરલ હોમીયોપેથી ઓપીડી – ૩૦૩,રોગ પ્રમાણે યોગ વગેરે મળી કુલ ૧૮૨૨ લોકોએ આ મેગા સારવાર કેમ્પ અંતર્ગત સારવારનો લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત ૨૪૩ લોકોએ પ્રકૃતિ પરીક્ષણ કરાવ્યું હતું તથા ૩૮૦૦ લોકો દ્વારા આયુષ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. અને ૩૪૪૪ જેટલા લોકોએ હર્બલ ટી નો પણ લાભ મેળવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભાવનાબેન પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x