અમદાવાદની રાજસ્થાન સ્કૂલને DEOની ફરી નોટિસ
અમદાવાદની રાજસ્થાન સ્કૂલની મોટી ગેરરીતિ સામે આવી છે. જ્યાં શાળાના ક્લાસરુમમાં AC લગાવવા માટે સ્કુલના મેનેજમેન્ટ દ્વારા વર્ષના વચલા દિવસે વાલીઓ પાસેથી વિદ્યાર્થી દીઠ એક-એક હજાર રુપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. અગાઉ પણ આ મામલો સામે આવતા જ અમદાવાદ શહેરના DEOએ શાળાને નોટીસ ફટકારી હતી પરંતુ જાણે શાળા DEOની નોટીસને ઘોળીને પી ગઈ હોય તેમ શાળાના વર્તનમાં કોઈ ફેર દેખાયો નથી.શાળાના મેનેજમેન્ટનું કહેવું છે કે, શાળામાં ભણતા બાળકોની સુવિધા વધે તો પૈસા પણ વધે. આ દરમિયાન પૈસા લેવા એક એક વાલી સાથે પ્રિન્સિપલ અને સ્ટાફ સમજાવવાની કામગીરી શરુ કરી હતી. શાળામાં AC લગાવવા માટે પૈસાની ઉઘરાણી કરવા વાલીઓને સમજાવતી એક શિક્ષિકાનો વીડિયો પણ સામે આવ્યો છે.