પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ સુશાસન દિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રીશ્રી પરમ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ સુશાસન દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ કેસરિયા ગરબા ગ્રાઉન્ડ, સે-૧૧ ખાતે શ્રી અટલજીના જીવન વૃતાંત પર આધારિત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા અને સમર્પણના ભાવ સાથે રાષ્ટ્રકાજે જીવન ખપાવનાર શ્રી અટલજીના જીવન અને દેશ માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન અંગે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે વક્તવ્ય આપ્યું હતું. શ્રી વાજપેયીજીના જન્મદિવસે શહેર ભાજપ પરિવાર દ્વારા સમર્પણ મુક બધિર શાળાના બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રાત્રીના સમયે જરૂરિયાતમંદને ધાબળા વિતરણ પણ કરવામાં આવનાર છે.
આ તકે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મહાનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, સ્ટે. કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, મહામંત્રીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત તમામ ૧૧ વોર્ડમાં બુથ સ્તરે કાર્યકર્તાઓ દ્વારા શ્રી અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.