ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા
ગુજરાતમાં એક તરફ શિયાળો ચાલી રહ્યો છે અને ઠંડી પડી રહી છે. પરંતુ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. શિયાળુ પાકના વાવેતર બાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક પર અસર પડી છે.