આજે રાજકીય સન્માન સાથે પૂર્વ PM મનમોહન સિંહને અપાશે અંતિમ સંસ્કાર
ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે સવારે 11.45 કલાકે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે મનમોહન સિંહના પરિવારજનો અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ અંગે માહિતી આપવામાં આવી છે. 27 ડિસેમ્બર, શુક્રવારે મોડી રાત્રે ગૃહ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું, જેમાં કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ નિર્ણય વિશે ખડગે અને મનમોહન સિંહના પરિવારને જાણ કરી હતી.