ડભોડા ઉમિયા માતાજીના મંદિરે નોરતા ગામની ઉજાણી
ગાંધીનગરના ડભોડા હનુમાનજી ગામે ઉમિયા માતાજીના મંદિર સંકુલમાં, પાટણ તાલુકાના નોરતા તળપદ ગામના અમદાવાદ, ગાંધીનગર અને કલોલમાં રહેતા ૮૪ સમાજ કડવા પાટીદાર પરિવારોની ઉજાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં શરૂઆતમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી ત્રણ વર્ષ માટે ભોજન દાતા, ચા-નાસ્તાના દાતા અને ઈનામોના દાતા સ્વૈચ્છિક રીતે નક્કી કરવામાં આવ્યા હતા. દરેક કુટુંબના સભ્યોને સ્ટેજ પર બોલાવી વ્યક્તિગત પરિચય આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ સૌ ડભોળીયા હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. દર્શન કરી આવી સંગીત ખુરશીની રમત રમાડવામાં આવી હતી. બપોરે મિષ્ટાન્ન સાથેના ભોજન પછી પણ ગેઇમ રમાડીને વિજેતાઓને તથા સર્વે બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.