બ્રેકિંગ: અફઘાન તાલિબાનનો પાકિસ્તાન પર હુમલો
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, અફઘાન તાલિબાને પાડોશી દેશ પાકિસ્તાનમાં કેટલીક જગ્યાઓ પર હુમલો કર્યો છે. પાકિસ્તાની એરક્રાફ્ટ્સ અફઘાનિસ્તાનમાં હવાઈ બોમ્બમારો કર્યા બાદ તાલિબાને હુમલો કર્યો છે. અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલય દ્વારા જાનહાનિ અથવા ટાર્ગેટ વિસ્તારોની કોઈ વિગતો આપવામાં આવી નથી. નોંધનીય છે કે, પાકિસ્તાને કરેલા હુમલામાં 46 લોકો માર્યા ગયા હતા.