ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને ફળ ફૂલ શાકભાજી પાકોના પ્રદર્શન તથા હરીફાઈનું આયોજન કરાયું
તા.૦૨ જાન્યુઆરીના રોજ ગીયોડ અંબાજી ખાતે આત્મા પ્રોજેક્ટ કચેરી અને બાગાયત ખાતુ ગાંધીનગર દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના બાગાયતી પાક ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યો હતો. સાથો સાથ ખેડૂતોએ ઉત્પાદિત કરેલ ફળ ફૂલ શાકભાજીના પાકોની હરીફાઈ પણ ગોઠવવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્ર મંડીર શિહોલી મોટી દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપી હતી.તથા અન્ય ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવતા બીજા ખેડૂતો મિત્રો પણ પ્રાકૃતિક પાક ઉત્પાદન તરફ વળે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. નાયબ બાગાયત નિયામક હિરલ પંડ્યાએ ખેડૂતોને બાગાયતી પાક વિશેની સહાયલક્ષી યોજનાઓની બાબતો અંગે ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન આત્માના અધિકારી સુરેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાગાયત ખાતાના તેમજ આત્મા કચેરી ગાંધીનગરના અધિકારી કર્મચારીઓ પણ ખૂબ જ સહાયક ભૂમિકા અદા કરી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, નાયબ બાગાયત નિયામક સુ.શ્રી હિરલબેન પંડ્યા, આત્મા કચેરીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પરાગભાઈ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજાના કેન્દ્ર નિયામક વી. કે.ગર્ગ હાજર રહ્યા હતા.