રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ કેટલાક જિલ્લાઓમાં ઠંડીનું જોર ઘટ્યું છે. જો કે, આવનારા દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક જિલ્લાઓમાં ઠંડીનું જોર ઘટતા લોકોને હળવી રાહત થઈ છે. પરંતુ, આગામી દિવસોમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતાઓ છે. આ સાથે 14 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.