સુરતમાંથી વધુ 6 બોગસ તબીબ ઝડપાયા
સુરતમાંથી ફરી 6 જેટલા બોગસ તબીબ ઝડપાયા છે, જેઓ મેડિકલ ડિગ્રી વિના દર્દીઓનાં જીવ અને આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમનાં સાથે રાખવી ડીંડોલી પોલીસ દ્વારા નવાગામ વિસ્તારમાં અલગ-અલગ ક્લિનિક પર છાપો મારી છ જેટલા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 મહિલા તબીબનો પણ સમાવેશ થાય છે. BEMS ની બોગસ ડિગ્રીના આધારે આ બોગસ તબીબો છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે એલોપેથીની દવાનો મોટો જથ્થો, ઇન્જેક્શન સહિત ડોક્ટરી સાધન-સામગ્રી કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.