સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISF જવાને પોતાને ગોળી મારી જીવન ટુંકાવ્યું
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. CISF સેલના જવાન કિશન સિંહે એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક જવાન કિશન સિંહ મૂળ રાજસ્થાનનો વતની હતો અને એક વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. કિશન સિંહને 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યો હતો. આજે બપોરે તેમણે સાથી કર્મચારીઓ સાથે વાતચીત કરી ત્યારે તે અસામાન્ય હતા. પરંતુ અચાનક તેમણે બાથરૂમમાં જઇ બંદૂકની ગોળી ચલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.