આરોગ્યગાંધીનગરગુજરાત

સાવધાન ! ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ ! 2 મહિનાનું બાળક પોઝિટિવ, તંત્ર થયું દોડતું

ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાઇ છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા. આ મામલે ગુજરાત સરકારે એડવાઈઝરી પણ બહાર પાડી છે. ત્યારે હવે ગુજરાતમાં આ કેસ મળી આવતા હવે ગુજરાતીઓએ સાવધાની રાખવાની જરુર છે.

બાળકો અને વૃદ્ધોને સાચવજો

ગુજરાતમાં નોંધાયેલો આ પ્રથમ કેસ છે જે અમદાવાદમાં આવ્યો છે. 2 મહિનાના બીમાર થતા તેના સેમ્પલની જાજ કરવામાં આવી હતી જેમાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે. આ વાયરસ શિયાળામાં બાળકો અને વૃદ્ધોને વધારે સંક્રમિત કરે છે.

આ વાયરસના લક્ષણો શું છે?

આ વાયરસને હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા HMPV વાયરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ-શરદી, નાક વહેવું અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

શું કરવુ જોઇએ ?

  • જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતરરાખવું
  • તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પુરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું જોઈએ ?

  • આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવાનું ટાળો
  • ચેપ ગ્રરત વ્યક્તિએ વ્યક્તિયત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
  • શું છે આ HMPV વાયરસ?
  • HMPV વાયરસ એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ એક RNA વાયરસ છે. એક રીતે તે કોરોના જેવું જ છે. માનવ મેટાપ્યુમોવાયરસ એ સામાન્ય શ્વસન વાયરસ છે. આ વાયરસ એક રીતે મોસમી છે. તેની અસર સામાન્ય રીતે શિયાળા અને વસંતઋતુમાં જોવા મળે છે. તે ફલૂ જેવું જ છે. આ મેટાપ્યુમોવાયરસ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. આ વાયરસ હવે ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. લાખો અને કરોડો લોકો તેનો શિકાર બન્યા છે. હોસ્પિટલોમાં ભીડ વધી છે. જો કે ચીન હવે આ વાતને નકારી રહ્યું છે. આ વાયરસ 1958 થી પૃથ્વી પર હાજર છે. પરંતુ વૈજ્ઞાનિકોએ તેને 2001માં પ્રથમ વખત શોધી કાઢ્યું હતું. તેની રસી હજુ સુધી બની નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x