જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૯ જાન્યુઆરીએ રોજગાર મેળાનું આયોજન
જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમાં,તથા ગ્રેજ્યુએટ ઉમેદવારો એકાઉન્ટન્ટ, ટીમ લીડર,ટેલી કોલર,ટેકનીશીયન,એસી ટેકનીશીયન,EDP(DMS),રીસેપ્શનીસ્ટ ની ખાલી જગ્યાઓ માટે ભાગ લઇ શકશે. આ ભરતીમેળામા શારીરિક સશક્ત પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો ભાગ લઇ શકશે.ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના પાત્રતા ધરાવતા તમામ રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે. રોજગાર ભરતી મેળા મા ભાગ લેવા લીંક https://forms.gle/e2AkMH84TH8uzpn78 મા રજીસ્ટ્રેશન કરવું અને રૂબરૂ હાજર રહેવું.