રાષ્ટ્રીય

સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને ૭ દિવસ મફત સારવાર આપશે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ (મફત સારવાર) યોજના જાહેર કરી છે. જે હેઠળ સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને સાત દિવસ મફત સારવાર અથવા રૂ. 1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપશે. આ પાયલોટ પ્રોજેક્ટ ચંદીગઢ અને અસમમાં ગતવર્ષે ઓગસ્ટમાં શરૂ થયો હતો. જેના સફળ અમલીકરણ બાદ હવે દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ લેવા અકસ્માતની જાણ તાત્કાલિક ધોરણે પોલીસને કરવી પડશે. અકસ્માત થયાના તુરંત કે 24 કલાકની અંદર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવનારાને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ મળશે. જેમાં ઈજાગ્રસ્તને સાત દિવસ કે મહત્તમ રૂ. 1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x