રાષ્ટ્રભાષા હિન્દી મામલે રવિચંદ્રન અશ્વિને છેડ્યો વિવાદનો મધપૂડો..
ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાના એક નિવેદનમાં કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી. રવિચંદ્રન અશ્વિનના આ નિવેદને કારણે નવો વિવાદ શરૂ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. જે બાદ રવિચંદ્રન અશ્વિન સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રવિચંદ્રન અશ્વિને તમિલનાડુની એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજના પદવીદાન સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધિત કરતા આ વાત કહી છે.