અમદાવાદમાં આજથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો મુખ્યમંત્રીનાં હસ્તે પ્રારંભ
અમદાવાદનાં રિવરફ્રન્ટ પર 11 થી 14 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નું આયોજન કરાયું છે. ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતનાં અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત, ગુજરાતનાં 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.