ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ જ્ઞાતિના વધુ મંત્રી લેવા કરી માંગ
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે રાજપૂત સમાજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં ક્ષત્રિય સમાજે તેમની જ્ઞાતિના વધુ મંત્રી લેવા માગ કરી હતી. ગાંધીનગરમાં એક કલાક સુધી મુખ્ય પ્રધાન સાથે બેઠક ચાલી હતી. જેમાં સામાજિક, રાજકીય અને સરકારી મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના રમજુભા જાડેજાએ ભાજપના સંગઠનના ક્ષત્રિય નેતાઓને મહત્ત્વના પદ મળે તેવી માગ કરી હતી. જ્યારે તૃપ્તિબાએ સમાજ વતી સરકારમાં આગામી સમયમાં સારું મંત્રીપદ મળે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત વિધવા મહિલાઓને મળતાં પેન્શનમાં વધારો તથા જમીનના રિસરવેની માગ કરી હતી.