નારી સ્વાભિમાન આંદોલનનો ત્રીજો દિવસ: અમરેલી બંધનું એલાન
અમરેલીમાં કોંગ્રેસ દ્વારા આજે બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. લેટરકાંડ પીડિત પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય આપવવા અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગ માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિત પક્ષના 30થી વધુ કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠાં છે. કોંગ્રેસના નારી સ્વાભિમાન આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસ દ્વારા અમરેલીમાં આજે સવારના 10 થી બપોરના 12 દરમિયાન બંધનું એલાન કરવામાં આવ્યું છે.