ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગીનો કળશ OBC નેતા પર ઢોળવાની શક્યતા
ઉતરાયણ બાદ ભાજપ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. તે જોતાં અત્યારથી નવા સુકાનીની શોધખોળ શરૂ થઇ ચૂકી છે. એવી ચર્ચા છે કે ઓબીસી નેતા પર ભાજપ પ્રદેશ પ્રમુખ પદની પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. ઉતરાયણ પછી તરત જ ભાજપ શહેર જિલ્લા પ્રમુખના નામની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ 16 જાન્યુઆરીએ ગાંધીનગર આવશે તેવી ચર્ચા પણ છે. સૂત્રો કહે છે કે હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતાં ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઇ છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદની પસંદગીનો કળશ OBC નેતા પર ઢોળવાની શક્યતા