અદાણી ગ્રૂપને હચમચાવનાર હિન્ડનબર્ગ રિસર્ચ થઈ બંધ
અદાણી ગ્રૂપને હચમચાવી દેનારા હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપકે પોતાની કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી હતી. જેમાં તેમણે પોતાની યાત્રા, સંઘર્ષ અને સિદ્ધિઓ વિશે વિગતવાર જણાવ્યું. સ્થાપક નાથન એન્ડરસને તેમના સંદેશમાં લખ્યું છે કે ગયા વર્ષના અંતમાં મેં મારા પરિવાર, મિત્રો અને અમારી ટીમ સાથે શેર કર્યું હતું કે હું હિન્ડનબર્ગ રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યો છું. અમે જે વિચારો પર કામ કરવાનું નક્કી કર્યું હતું તે પૂર્ણ કર્યા અને અમારા ઉદ્દેશ્યો સાકાર થતાં જ અમે આજે અમારી કંપની બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છીએ.