દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં સતત 5 દિવસથી મેગા ડિમોલિશન ઝુંબેશ યથાવત
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સતત પાંચ દિવસથી મેગા ડિમોલિશન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં વહીવટી તંત્ર અને પોલીસ ખાતાના સંકલનમાં પાંચ દિવસ દરમિયાન સંવેદનશીલ ગણાતા બન્ને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ ઉપર 271 રહેણાંક અને 7 કોમશયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરીને 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું આજે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે જાહેર કર્યું હતું. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ ધરાવે છે. અહિયાંથી દરિયાઈ માર્ગે દુશમન દેશ નજીક હોવાથી સરકાર દ્વારા દેશવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે ખાસ ડિમોલિશનઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.