બજેટ 2025 પહેલા કેન્દ્ર સરકારે 8માં વેતન પંચને આપી મંજૂરી
કેન્દ્ર સરકારે બજેટ 2025 પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબર આપી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જેની લાંબા સમયથી રાહ જોતા હતા, તે આઠમા પગાર પંચની ભલામણો કેબિનેટ બેઠકમાં સ્વીકારી લેવાઈ છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, 7માં પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. અને આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. માહિતી અનુસાર 8માં પગાર પંચની રચના પહેલા રાજ્ય સરકારો, જાહેર ક્ષેત્રની કંપનીઓ વગેરેની સલાહ લેવામાં આવશે. 8માં વેતન પંચના ચેરમેન અને બે સભ્યોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.