ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ ટીમે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલને ઝડપી પાડ્યા હતા. તે છેલ્લા ઘણાં મહિનાઓથી ફરાર હતા. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, જો કે, અંતે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.