નરોડા પોલીસ સ્ટેશનની PCR ગાડીમાંથી મળી આવી રોકડ-દારૂ
નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પોલીસની ગાડીમાં જ દારૂ અને બેનામી રોકડ રકમ સાથે ઝડપાયા છે. નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇને બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા પીસીઆર વાનમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સતીશ જીવણ ઠાકોરની હાજરી દરમિયાન વિદેશી દારૂની બોટલ ઉપરાંત રૂપિયા 30,000 ની રોકડ રકમ મળી આવી છે. પીસીઆર ઇન્ચાર્જની સાથે અન્ય એક હોમગાર્ડ જવાન પણ હાજર હતો, જેનું નામ વિક્રમ રણજીત રાજપુત છે. નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ લાઈન પાસે PCR વાન સાથે હાજર હતા. દરમિયાન નરોડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસના વાહનના પાછળના ભાગે બે બોટલ વિદેશી દારૂની હતી. જેની કિંમત 2000 રૂપિયા થાય છે સાથે જ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પાસેથી રૂપિયા 30,000ની રોકડ રકમ મળી આવી હતી.