ગુજરાત

રાજકોટમાં પણ સામે આવ્યું BZ જેવું મહાકૌભાંડ

રાજકોટમાં પણ BZ જેવું મહાકૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક કા ડબલની લાલચમાં હજારો લોકો છેતરાયા છે. આ કૌભાંડમાં ક્રિપ્ટો કરન્સીમાં 8 હજાર લોકો પાસે રોકાણ કરાવ્યું છે. અને 300 કરોડથી વધુની છેતરપિંડીની પોલીસને અરજી મળી છે. તેમાં ‘બ્લોક ઓરા’ નામની કંપનીના સંચાલકો સામે ફરિયાદ કરવામાં આવી છે. કોઠારિયાના વેપારી મોહસીન મુલતાનીએ રાજ્ય પોલીસ વડા, રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી છે. જેમાં બ્લોક ઓરા કંપનીના સ્થાપક ફિરોઝ મુલતાની, નિતીન જગત્યાની, ભાગીદાર, બ્લોક ઓરા કંપની, અમિત મુલતાની, સૌરાષ્ટ્ર હેડ, બ્લોક ઓરા કંપની તેમજ અઝરુદ્દીન મુલતાની, માર્કેટિંગ હેડ, બ્લોક ઓરા કંપની તથા મકસુદ સૈયદ, ગુજરાત હેડ, બ્લોક ઓરા કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં મુંબઈની સહારા હોટલમાં મિટિંગ કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારે દરરોજ 1 ટકા વળતરની લાલચ આપીને લોકોને ફસાવ્યા હતા. ટી બેક નામની કોઈન કરન્સીમાં રૂપિયા 4.5 લાખનું રોકાણ કર્યું હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x