અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરથી ઝડપાયું સોનું અને ગાંજો
અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 53 લાખની કિંમતનું 660.960 ગ્રામનું સોનાનું 24 કેરેટનું બિસ્કિટ તેમજ બેંગકોકથી આવેલી એક મહિલા પાસેથી 2345 કિલોગ્રામ ગાંજો કસ્ટમ વિભાગે પકડી પાડી તેમની સામે કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદશહેરનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોના ઉપરાંત માદક પદાર્થોની તસ્કરી કરતા માફિયાઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે. એરપોર્ટ સત્તાવાળાઓની સતર્કતાના કારણે અનેક વથત સોનાની તસ્કરી કરતા તત્વો અને ડ્રગ્સ માફિયાઓ ઝડપાઈ ચુક્યા છે.