રાષ્ટ્રીય

પ્રવાસીઓથી ધમધમતા માઉન્ટ આબુ જાણો કેવી છે ઠંડી..

ઉત્તર ભારતમાં હાડગાળતી ઠંડી અને ધુમ્મસના કારણે અનેક વિસ્તારોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પ્રવાસીઓથી હંમેશા ધમધમતા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 0.8 ડિગ્રી નોંધાયું હતું. મોટા ભાગના પ્રવાસીઓ અહી પ્રવાસ માટે આવતા આવતા હોય છે. કાશ્મીરમાં હિમવર્ષા પછી મોટાભાગના વિસ્તારોમાં રાતના સમયે લઘુત્તમ તાપમાન ઘટયું છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામમાં તાપમાન એક જ રાતમાં સાત ડિગ્રી જેટલું ઘટીને માઈનસ 11.8 ડિગ્રી થયું હતું જ્યારે યાત્રાધામ વૈષ્ણોદેવીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી.  હવામાન વિભાગે આગામી સમયમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં 11 રાજ્યોમાં ઠંડી સાથે વરસાદની એલર્ટ આપી છે જ્યારે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડ-ડેની સ્થિતિ  જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તર ભારત અને પર્વતીય રાજ્યોમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન પલટાશે. મેદાની વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x