ahemdabadગુજરાતરાષ્ટ્રીયવેપાર

શેરબજાર ટ્રેડિંગમાં અમદાવાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે

વ્યાપક તેજી, નવા રોકાણકાર માટે નોંધણીની પ્રક્રિયા ઝડપી (ઈ કેવાયસી) અને ઈન્ટરનેટ અને મોબાઈલ એપ ટ્રેડિંગની સરળતાના કારણે દેશભરમાં વધુને વધુ નવા રોકાણકારો શેરબજાર તરફ આકર્ષાયા છે. શેરબજારના કેશ સેગમેન્ટમાં દૈનિક ટર્નઓવર 53 ટકા વધ્યું છે. પરંતુ આઈપીઓ રોકાણમાં મહારાષ્ટ્રને હડસેલી ગુજરાત હવે નંબર એક થયું છે તેમ કેશ ટ્રેડિંગમાં પણ ગુજરાત હવે દેશમાં બીજા સ્થાને આવ્યું છે. ગુજરાતમાં ઓક્ટોબરમાં દૈનિક સરેરાશ ટર્નઓવર 20,137 કરોડ રૂપિયા નોંધાયું છે જે વર્ષ 2021માં 4475 કરોડ રૂપિયા હતું. ગુજરાતમાં ટર્નઓવરમાં 3.5 ગણો વધારો જોવા મળ્યો છે. કેશ સેગમેન્ટમાં સૌથી વધુ ટ્રેડિંગ ધરાવતા શહેરોમાં મુંબઈ પ્રથમ ક્રમે છે. દેશની આર્થિક રાજધાની, મોટા બ્રોકર્સ, ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર, મ્યુચ્યુઅલ ફંડની કચેરીઓ અહી હોવાથી સ્વાભાવિક મુંબઈ સૌથી આગળ છે. પરંતુ બીજા ક્રમે રિટેલ રોકાણકારોના સહારે અમદાવાદ આવે છે. ઓક્ટોબર 2021માં અમદાવાદમાં દૈનિક સરેરાશ ટર્નઓવર 3,655 કરોડ રૂપિયા હતું જે ઓક્ટોબર 2024માં 4.3 ગણું વધી 19,408 કરોડ રૂપિયા થયું છે. જો કે, અમદાવાદના ટર્નઓવરની વૃદ્ધિ સામે રાજકોટ અને વડોદરામાં ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટમાં દૈનિક 612 કરોડ રૂપિયા અને વડોદરાથી દૈનિક 117 કરોડ રૂપિયાનો શેરબજારનો કારોબાર જોવા મળે છે. બીએસઈ અને એનએસઈ ઉપર થતા કુલ સોદામાં ગુજરાતનો હિસ્સો લગભગ 20 ટકા જેટલો થઈ ગયો છે એટલે કે કુલ પાંચ ટ્રેડમાંથી એક ગુજરાતમાંથી થાય છે એમ કહી શકાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x