દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ થયો તૈયાર
દેશનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ ફરી એકવાર પરિવહન માટે તૈયાર થઈ ચૂક્યો છે. ભારતના પવિત્ર તીર્થ સ્થળ રામેશ્વરમને ટ્રેન મારફત જોડતો પંબન બ્રિજનું રિકંસ્ટ્રક્શન પૂર્ણ થયુ છે. આ સાથે ભારત ચીનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકશે. શ્રીલંકાના હંબનટોટામાં ચીન અમુક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યુ છે. જેથી પંબન બ્રિજ તૈયાર થઈ જતાં હવે હંબનટોટા પર ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. બ્રિટિશ કાર્યકાળ દરમિયાન 1914માં પંબન બ્રિજનું નિર્માણ થયું હતું. પરંતુ તેના અમુક ભાગ જર્જરિત થતાં અને ખામી સર્જાતા 2022માં આ ટ્રેન બ્રિજને બંધ સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો હતો. હવે તેનુ સંપૂર્ણ સમારકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. નવો તૈયાર બ્રિજ આગામી 100 વર્ષ સુધી સુરક્ષિત રહેશે.