ગુજરાત

ગણેશ ઉત્સવને લઈ અમદાવાદ પોલીસે શું બહાર પાડ્યું જાહેરનામું ? જાણો વિગતે

અમદાવાદઃ
દૂંદાળા દેવ ગણપતિની આરાધના કરવાના 10 દિવસના મહોત્સવ ગણેશોત્વને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. શહેરમાં હાલ ગણેશજીની મૂર્તિઓ બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

2 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવને પોલીસે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે, માટીની 9 ફુટથી મોટી મૂર્તિની સ્થાપના કે વેચાણ પર પ્રતિંબંધ મુકવામાં આવ્યો છે. પી.ઓ.પીની 5 ફુટથી મોટી મૂર્તિની સ્થાપના કે વેચાણ પર પ્રતિંબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નવ ફુટથી મોટી ગણેશ પ્રતિમાના સ્થાપના કે સરઘસ પર પોલીસ પ્રતિબંધ મુક્યો છે. મૂર્તિનું પવિત્ર કુંડમાં જ વિસર્જન કરવા પોલીસે અરજી કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x