ગુજરાતમાં દર વર્ષે ચાલે કરોડો રૂપિયાની નકલી દવાનો ખેલ, જાણો કેવી રીતે ચાલે છે નેટવર્ક
અમદાવાદ :
અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બ્લડ પ્રેશરની નકલી દવા વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તમે જાણીને ચોંકી જશો પણ, ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાની નકલી દવાઓનો ખેલ બેરોકટોક ચાલી રહ્યો છે. નકલી દવાઓને કારણે વેપારીઓ કરોડો રૂપિયા તો કમાઈ રહ્યા છે. પણ તેનાં કારણે હજારો દર્દીઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે.
નકલી દવાઓમાં એન્ટિબાયોટિક્સ દવાઓમાં મુખ્ય ઘટક હોતું જ નથી. પેકિંગ પર લખેલી દવાની અંદર માત્ર પાવડર જ હોય છે. બજારમાં સૌથી વધુ નકલી દવા જાણીતી બ્રાન્ડની દવાના નામે બને છે. લિક્વિડ દવામાં પણ અસલી મટિરિયલ હોતું જ નથી. બંધ થઈ ગયેલી ફેકટરીઓમાં નકલી દવાનો ખેલ ચાલે છે. કેટલીક ફેકટરીઓમાં કે જ્યાં નકલી દવા બને છે ત્યાં બોર્ડ જ લગાવાતા નથી. કેટલાક ચાલાક વેપારીઓ ભળતી નામથી નકલી દવા બનાવે છે. દવાના લેબલ પર લખેલાં ફાર્મસીના કોઈ લાયસન્સ જ નથી. એન્ટિબાયોટિક દવામાં રોગને દૂર કરતું કન્ટેન્ટ નખાતું નથી.
કરોડો રૂપિયાની નકલી દવાઓનું નેટવર્ક આંતરરાજય ચાલે છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં આ નેટવર્ક ચાલે છે. 25 રૂપિયાની નકલી દવા બજારમાં રૂ. 225માં વેચાય છે. બેચ નંબર, કંપની એડ્રેસ, દવાના નામ બોગસ હોય છે. મોંઘી કેપ્સુલમાં માત્ર વ્હાઈટ પાવડરની ભેળસેળ કરાય છે. નકલી દવાનું ઉત્પાદન અન્ય રાજયમાં અને બિલિંગ બંને અન્ય રાજયનું હોય છે. નકલી દવાઓનાં ઓર્ડર ડમી કંપનીના નામે લેવામાં આવે છે. બજારમાં જે દવાઓ અને એન્ટિબાયોટિક મોંઘા વેચાતા હોય તેની નકલી દવાઓ બનાવવામાં આવે છે. પોલીસ કે ડ્રગ્સ એજન્સી તપાસ કરે તો સ્થળ પર કંઈ મળતું જ નથી.
શું છે કાયદાકીય જોગવાઈ
પ્રોવિઝન્સ ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ 1940 મુજબ નકલી દવાને લઈ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. તો નકલી દવાથી કોઈનું મોત થાય તો આજીવન કેદની સજાની પણ જોગવાઈ છે