1થી 10 જાન્યુઆરી સુધી ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહિલાલક્ષી કાયદાની સમજૂતી આપવામાં આવી
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હિંમતપુરા, ઇટાદરા, કુવાદરા ગામ તથા માણસા રાજપુરાગામની દૂધ સહકારી ડેરી ખાતે તથા દહેગામ તાલુકાના નાંદોલ, મોટી મસ્જિદ, ખાખરા ગામ ખાતે અને ગાંધીનગર તાલુકાના તારાપુર, ખોરાજ ગામ વગેરે સ્થળો પર તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ત.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી મહિલા અને બાળ અધિકારશ્રીની કચેરી ગાંધીનગર ધ્વારા હિંસા નાબૂદી, જાતિગત ભેદભાવ અને જાતીય હિંસા પરત્વે જાગૃતિ કાર્યક્રમ કરેલ અને મહિલાલક્ષી યોજના અને કાયદાકિય જાગૃતિ માટે કાર્યક્રમનુ આયોજન DHEW, PBSC દ્વારા કરવામાં આવેલ જેમાં મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની તથા મહિલાલક્ષી કાયદાની સમજૂતી આપવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગામના સરપંચશ્રી મનુજી ઠાકોર દ્રારા મહિલાઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું. અને મહિલા અને બાળ અધિકારશ્રીની કચેરી દ્રારા મહિલાઓ માટે હક શિક્ષણ અને જાગૃતિ તથા યોજનાની અને મહિલાલક્ષી કાયદાની સમજૂતી આપવામાં આવી હતી.