દિવ્યાંગો માટે રમાનાર સ્પે.ખેલ મહાકુંભ 3.0 ગાંધીનગર જિલ્લા કક્ષાની રમતો માટે રજીસ્ટ્રેશન શરુ
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર, આયોજીત અને રમતગમત અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી,નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા દિવ્યાંગજન(OH) માટે રમાનાર સ્પે.ખેલ મહાકુંભ 3.0 ગાંધીનગર જિલ્લા કક્ષાની રમતો માટે રજીસ્ટ્રેશન ફોર્મ તા. ૩૦/૦૧/૨૦૨૫ સુધી ભરી દેવા જણાવાયું છે.રમતની સંભવિત તા.૧૨/૦૨/૨૦૨૫ છે. રમતનું સ્થળ – સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(SAI), સેક્ટર-૧૫,ગાંધીનગર રહેશે.
ભરેલા ફોર્મ નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર, શિવાજી લાઈબ્રેરી, ૩૨/૨,ઘ શાશ્વત હોસ્પિટલ બાજુમાં જમા કરાવવા. વધુ માહિતી માટે યુવરાજસિંહ – 9904750355 અને અજીતસિંહ 7016835058 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.