ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાના મહેસુલી અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં જિલ્લાના મહેસુલી અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના મહેસૂલી અધિકારીશ્રીઓ સાથે વિવિધ મહેસૂલી મુદ્દાઓ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી CM ડેશબોર્ડ,

iRCMS, ¡ORA, E-dhara, વિવિધ ઓનલાઇન પોર્ટલ તથા મહેસુલી મુદ્દાઓ સંબંધે વિગતવાર સમીક્ષા કરી તેના નિકાલ અંગે કલેકટર શ્રી દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી. તથા જિલ્લા મધ્યાહન ભોજન અને જમીન સંપાદન ને લગતા પ્રશ્નો અંગે અને આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ આ બેઠક અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 25 જાન્યુઆરીના રોજ, રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી તથા 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લામાં થવા જઈ રહી છે.

ત્યાર ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ સાથે કલેકટર શ્રીએ ગાંધીનગર રામકથા મેદાનમાં જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે વિશેષ આયોજન અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારી શ્રી ગાંધીનગર પાર્થ કોટડીયા, પ્રાંત કલોલ મયંક પટેલ, જમીન સંપાદન અધિકારી શ્રી અર્જુનસિંહ વણઝારા, પુરવઠા અધિકારી શ્રી શ્વેતા પંડ્યા, ચીટનીશ શ્રી હરેશ પટેલ સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x