ahemdabadગાંધીનગરગુજરાત

કોલ્ડપ્લે કોન્સર્ટ: અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોનાં ભાડા આસમાને પહોંચ્યા

અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો ઉમટવાનાં છે. હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોનાં ભાડા આભને આંબી રહ્યા છે. બીજી તરફ લગ્ન સિઝનને કારણે પણ હોટલો બુક છે ત્યારે હોટલ સંચાલકોમાં ખુશીની લહેર છે. શહેરમાં સતત આવા આયોજનોને કારણે હોટલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને વેગ મળી રહ્યો છે. કોલ્ડપ્લેના કોન્સર્ટને હોટલનાં ભાંડા આભને આંબી રહ્યા છે તેવું નથી, એરલાઇન્સે પણ કોન્સર્ટનાં દિવસો દરમિયાન અમદાવાદ સુધીની ઉડાનોનાં ભાડામાં ધરખમ વધારો કર્યો છે. દિલ્લી, મુંબઈ અને બેંગલોર જેવા શહેરોથી લોકો મોટી સંખ્યામાં અમદાવાદ પહોંચવા ટિકિટો બુક કરવતા. એરલાઇન્સનાં ભાડામાં પણ ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x