બોલિવૂડના 4 સેલિબ્રિટીને મળી જાનથી મારી નાખવાની ધમકી
ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા રાજપાલ યાદવ સહિત 4 સેલેબ્સને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રા અને કોમેડિયન કપિલ શર્માને પણ ધમકીભર્યો મેઇલ મળ્યો છે. પોલીસે આ મામલે રિપોર્ટ દાખલ કર્યો છે. આ ધમકીભર્યા મેઇલ પાકિસ્તાનથી આવ્યા હોવાની માહિતી હાલ મળી છે. ધમકીભર્યા મેઇલમાં સેલિબ્રિટીઝના પરિવારો અને નજીકના લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. મુંબઈની અંબોલી પોલીસે કલમ 351(3) હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઈમેલનો આઈપી એડ્રેસ પાકિસ્તાનનો છે.