મંદીની અસર વચ્ચે RBIની મોદી સરકારને મોટી ભેટ, 1.76 લાખ કરોડ રૂપિયા આપી કરશે મદદ.
ન્યુ દિલ્હી :
મંદીની અસર વચ્ચે RBIની મોદી સરકારને મોટી ભેટ, કરશે 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર
ભારતીય રિઝર્વ બૅંક (RBI)ના બોર્ડે કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારને આ ટ્રાન્સફર લાભાંશ તથા સરપ્લસ ફંડના સ્વરૂપે મળશે.
RBIએ કેન્દ્ર સરકારને લાભાંશ અને સરપ્લસ ફંડના રૂપે 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો સોમવારે નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકેના ડિરેક્ટર્સ બોર્ડે બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય બેંકના પૂર્વ ગવર્નરની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન રિઝર્વ બેંકના કારોબાર માટે આર્થિક મૂડી / બફર મૂડીના સ્તરના જરૂરી નિર્ધારણ તથા આવશ્યકતાથી વધુ પડેલી મૂડી સરકારને ટ્રાન્સફર કરવા બાબતે ભલામણ કરવામાં આવી હતી.
કેન્દ્રીય બેંકે એક નિવેદન આપતા કહ્યું કે RBI ડિરેક્ટર બોર્ડે 1,76,051 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં 2018-19 માટે 1,23,414 કરોડ રૂપિયા ઉપરાંત 52,637 કરોડ રૂપિયા વધુ જોગવાઈના રૂપમાં ફાળવાશે. વધુ જોગવાઈની રકમ RBIની આર્થિક મૂડી સંબંધિત સંશોધિત નિયમો (ECF)ના આધાર પર નીકાળવામાં આવી છે.
RBI દ્વારા સરપ્લસ ટ્રાન્સફરથી કેન્દ્ર સરકારને પબ્લિક દેવું ચૂકવવામાં તથા બૅંકોમાં મૂડી નાંખવામાં મદદ મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલાંથી જ સરકારી બૅંકોમાં 70,000 કરોડ રૂપિયાની મૂડી નાંખવાની ઘોષણા કરી ચૂક્યાં છે, જેથી બજારમાં 5 લાખ કરોડ રૂપિયા આવવાની આશા છે.