દહેગામ મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી
ભારતના 76મા પ્રજાસત્તાક પર્વની ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશભરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરવામાં આવી ત્યારે દહેગામ મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દહેગામ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, શહેર ભાજપના કાર્યકર્તા, નિકુલભાઈ બારોટ તથા શહેરના અન્ય ભાજપના યુવા કાર્યકર્તા તથા સ્થાનિક અગ્રણીઓ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળાના બાળકોએ પોતપોતાની અલગ અલગ આવડત અને કલા પ્રમાણેના વિવિધ કૌશલ્ય રજૂ કર્યા હતા અને ઉપસ્થિત લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમને વધુ રંગીન બનાવતા, શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રજાસત્તાક દિનના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કરતાં સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું અને હાજર લોકોમાં દેશભક્તિની લાગણી જોવા મળી હતી. શાળાના આચાર્યએ ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને છેલ્લે ગ્રામજનો પ્રસાદી લઈને બધા છૂટા પડ્યા હતા. શાળાના વિધ્યાર્થીઓ, વાલીઓ અને મુખ્ય મહેમાનોએ આ પ્રસંગે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.