જસપ્રીત બુમરાહની 2024ના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધી યર તરીકે પસંદગી
ભારતના દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહને 2024નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધી યર તરીકે પસંદ કરાયો છે. તેણે ઈંગ્લેન્ડના જો રુટ, હેરી બ્રૂક અને શ્રીલંકાના કામિંડુ મેન્ડિસને પછાડી આ ખિતાબ જીત્યો છે. બુમરાહ પોતાની આક્રમક બોલિંગ માટે લોકપ્રિય રહ્યો છે. તેણે 2024માં 13 ટેસ્ટ મેચમાં 14.92ની એવરેજ અને 30.16ના સ્ટ્રાઈક રેટ સાથે 71 વિકેટ ઝડપી હતી.