માધવગઢ ગામમાં શ્રી રામદેવપીર મંદિર ખાતે યોજાયો ભવ્ય પાટોત્સવ
ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામમાં શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે મહાસુદ બીજે જિલ્લાભરમાંથી દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. વહેલી સવારથી જ ગામના અને બહાર ગામથી અનેક ભક્તો આવી પહોંચયા હતા અને ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે પ્રથમ વાર્ષિક પાટોત્સવના આ દિવસે મોટીસંખ્યા ભક્તો ઉમટયા હતા. રામદેવજી મહારાજ મંદિર ખાતે આ ખાસ દિવસને લઈ માધવગઢના ગ્રામજનો દ્વારા શોભાયાત્રા અને પ્રસાદનું આયોજન કરવાં આવ્યું હતું. જે ગામ લોકોએ સાથે મળીને હર્ષોલ્લાસ સાથે આ પ્રસંગને વધાવ્યો હતો અને એકમેકની સાથે રહી આ પ્રસંગ ઉજવ્યો હતો.
રામદેવજી મહારાજ મંદિર ખાતે રાત્રે ૩૩ જયોત પાટ અને દર્શન સહિત ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ ભજનો ગાઈ ઉષ્મા ભર્યું વાતાવરણ સર્જ્યુ હતું. સમગ્ર માધવગઢ ગામ જય બાબારી અને જય રાંદેવપીરના જયકારથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર ગામ બાબારીમય બન્યું હોય તેવું લાગી રહ્યું હતું. જેમાં સંતો ના સામૈયા તથા સંતો ના સન્માન સમારોહ તથા પાટોત્સવ નિમિત્તે ભવ્ય રામદેવપીર પાઠનુ આયોજન કરવામા આવેલ છે, જેમાં સર્વે સમાજના ભાઇઓ-બહેનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. માધવગઢ ગામના લોકોએ સાથે મળી આ પ્રસંગને સફળ બનાવ્યો હતો.