Budget 2025: 12 લાખની આવક પર ઝીરો ટેક્સ
મધ્યમવર્ગને મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સમાં મોટા સુધારાઓ કર્યા છે. ટેક્સ રિબેટમાં વધારો કરવામાં આવતાં હવે કરદાતાઓએ 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યારસુધી 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલાતો ન હતો. ટીડીએસ અને ટીસીએસ મર્યાદા પણ વધારામાં આવી છે. રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે. કલમ 87 એ હેઠળ ટેક્સ રિબેટ રૂ. 25000 વધારી રૂ. 60000 કરવામાં આવી છે. નવી ટેક્સ રિજિમમાં જો તમારી આવક 12 લાખ સુધીની છે. તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમાં પણ પગારદારોને રૂ. 75000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ 1275000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 15 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 લાખથી 25 લાખ સુધીની આવક પર 25 ટકા, 25 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.