અમદાવાદમાં પોલીસ પર ફેંકાયા પથ્થર, જાણો..
અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર અજાણ્યા લોકોએ પથ્થરો ફેંક્યા હતા. વિસ્તારના એક નાગરિકે જણાવ્યું હતું કે ડીજે વાગી રહ્યું હતું ત્યારે પોલીસવાળાઓએ ન્યૂસન્સ ફેલાવવા માટે ના પાડી હતી. ત્યારે અજાણ્યા લોકોએ પોલીસના જવાનને લાફો માર્યો હતો, જે બાદ તમામ લોકોએ પોલીસ પર પથ્થરમાર્યો કર્યો હતો. ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કરતા આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવો પડ્યો હતો.