રાજ્યમાં લાગુ થશે નવો કાયદો, સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છેકે યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી.ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા મહત્વની સમિતિ રચના કરવામાં આવી છે. જેમાં મુસદ્દો તૈયાર કરવા કમિટી બનશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ અને બંધારણ ધર્મગ્રંથ છે, બંધારણ સૌને પ્રદર્શન કરતું આવ્યું છે.