મનોરંજન

લતા મંગેશકરજી જેવા અવાજમાં ગીત ગાનારી રાનૂ મંડલને બોલિવુડના ભાઈજાન સલમાન ખાને આપ્યું રૂપિયા 55 લાખનું ઘર?

લતા મંગેશકરજી જેવા અવાજમાં ગીત ગાનારી રાનૂ મંડલને બોલિવુડના ભાઈજાન સલમાન ખાને આપ્યું રૂપિયા 55 લાખનું ઘર ?

કહેવાય છે કે ભાગ્ય મિનિટોમાં બદલાઈ શકે છે અને તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે રાનૂ મંડલ. આખું જીવન ગરીબીમાં પસાર કર્યા પછી લતા મંગેશકરજીના એક ગીતે ‘એક પ્યાર કા નગમા હૈ’ રાનૂ મંડલનું જીવન બદલી નાખ્યું છે.

રાનૂ મંડલના ગીતે લોકો પર એવો જાદુ છોડી દીધો કે વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે અને તે લોકોની વચ્ચે સ્ટાર બની ગઈ છે. હવે રાનૂ મંડલને લઈને પણ ચર્ચા છે કે બોલીવુડના ભાઈજાન, દબંગખાન અને ટેલેન્ટના ગોડફાધર તરીકે જાણીતા સલમાન ખાન રાનૂ મંડલના ગીતથી પ્રભાવિત થઈને તેમની આગામી ફિલ્મ દબંગ-3માં તક આપી છે.

READ સૈફ અલી ખાન શા માટે ભારત સરકારને ‘પદ્મશ્રી’ પરત કરવા માગતા હતા?
સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાઓ મુજબ સલમાન ખાને રાનૂ મંડલને મુંબઈ શહેરમાં 55 લાખ રૂપિયાનું ઘર ભેટમાં આપ્યું છે. એટલુ જ નહી સલમાન ખાન રાનૂ મંડલથી અવાજથી એટલા પ્રભાવિત છે કે તેમની આગામી ફિલ્મ દબંગ-3 માટે તેમની સાથે એક ગીત રેકોર્ડિંગ કરશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સલમાન ખાન અને તેમની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની અધિકૃત જાણકારી આપવામાં આવી નથી. આ પહેલા સિંગર-કંપોઝર હિમેશ રેશમિયાએ પણ રાનૂ મંડલના ગીતથી પ્રભાવિત થઈને તેમની સાથે એક ગીત રેકોર્ડ કર્યુ છે.

આ ગીત હિમેશની આગામી ફિલ્મ ‘હેપી હાર્ડી અને હીર’માં સામેલ કરવામાં આવ્યું છે. હિમેશે રાનૂની સાથે રેકોર્ડ કરેલુ આ ગીત સોશિયલ મીડિયા પર શેયર કર્યુ અને આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x