મહાકુંભ: પ્રયાગરાજમાં ફરી જામ્યો મહા ટ્રાફિક જામ
મહાકુંભ દરમિયાન, પ્રયાગરાજમાં ફરી એકવાર ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરની આસપાસ અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે. શહેરના તમામ રસ્તાઓ પર ભૂખ્યા અને તરસ્યા લોકો ફસાયેલા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ધસારો અસાધારણ રીતે વધવાથી ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, જેને પગલે મહાકુંભ મેળા તરફ આગળ વધતા વાહનોએ ૨૦૦થી ૩૦૦ કિ.મી. દૂરથી જ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. વાહનોને મધ્ય પ્રદેશમાં રોકવામાં આવી રહ્યા છે. હજારો વાહનો રસ્તામાં ફસાયા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.પ્રયાગરાજ તરફ જતા તમામ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે. પરિસ્થિતિ એવી છે કે બાળકો, વૃદ્ધો અને અન્ય શ્રદ્ધાળુઓ જામમાં ફસાયેલા છે અને પાણી અને ખોરાક માટે તડપી રહ્યા છે.