આજથી વડાપ્રધાન મોદી ફ્રાન્સની ત્રણ દિવસની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સની ત્રણ દિવસની મુલાકાતે જશે. તેઓ 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટના સહ-અધ્યક્ષ હશે. AI સમિટ બાદ PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સની CEO સમિટને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિદેશી મીડિયાના જણાવ્યા અનુસાર વિશ્વભરના નેતાઓ AIના પડકારો અને જોખમો પર વિચાર-વિમર્શ કરશે. આ સમિટનો ઉદ્દેશ્ય ટેકનોલોજી દ્વારા ઉભા થતા અસંખ્ય જોખમોને પહોંચી વળવા અને બધાને લાભ આપવા માટે AI ની ક્ષમતાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શોધવાનો છે.