Post Views: 2
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પૂજા કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ૩ ફેબ્રુઆરીના રોજ બ્રેઈન હેમરેજ થયા બાદ તેમને અયોધ્યાથી લખનૌ રિફર કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી.
આચાર્ય સત્યેન્દ્ર દાસની ઉંમર 87 વર્ષ હતી. તેઓ બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી ત્યારથી લઈ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સુધીની દરેક ક્ષણના સાક્ષી રહ્યા છે. તેમણે જન્મભૂમિ પરિસરમાં રામલલાની આશરે 34 વર્ષ સેવા કરી હતી. માર્ચ,1992થી આ પૂજા-અર્ચના કરતા રહ્યા. હંગામી મંદિરમાં આશરે 4 વર્ષ સુધી રામલલાની સેવા કરતા રહ્યા.