ગુજરાતરમતગમત

ભારત-ઇંગ્લૅન્ડ મેચ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રો-કો રચશે ઇતિહાસ ?

કટકમાં 4 વિકેટે મેચ જીત્યા બાદ હવે 12 ફેબ્રુઆરીએ ભારત – ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ વનડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતની આ છેલ્લી મેચ છે. ૨-૦થી સિરીઝમાં અજેય લીડ મેળવનાર ભારતીય ટીમ આજે ક્લીન સ્વીપ કરવાની ઇચ્છા સાથે મેદાન પર ઊતરશે. ભારત અને ઇંગ્લૅન્ડ એકબીજા સામે છેલ્લી છ વન-ડે સિરીઝથી ક્લીન સ્વીપ કરી શક્યા નથી.
છેલ્લે ઑક્ટોબર ૨૦૧૧માં ભારતીય ટીમે પોતાની ધરતી પર ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની સિરીઝમાં ૫-૦થી સિરીઝ ક્લીન સ્વીપ કરી હતી. અમદાવાદના આ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ પહેલી વાર વન-ડે ફૉર્મેટની મૅચમાં ટકરાશે. ભારતીય ટીમે આ મેદાન પર ૨૦માંથી ૧૧ વન-ડે મૅચ જીતી છે, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમે ચારમાંથી માત્ર એક વન-ડે મૅચ વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન જીતી હતી. આ પછી, ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે આ ICC ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં કોહલી પાસે ફોર્મમાં પાછા ફરવાની તક હશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x