ઇન્ફોસિટી સ્કૂલ, ધ – 0 યુનિટ ગાંધીનગરના બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
ગાંધીનગરની ઇન્ફોસિટી સ્કૂલ, ઘ-O દ્વારા ધોરણ 10 અને 12 સાયન્સ અને કોમર્સના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવેલો. મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના સામાજિક અગ્રણી, નિવૃત્ત સંયુક્ત સચિવ, સચિવાલય, પ્રભારી, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન એવા શ્રી જશવંત ગાંધી અને ગાંધીનગરના જાણીતા એડવોકેટ નોટરી, શાળાના ઉપપ્રમુખ એવા શ્રીમતિ હીનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોગ્રામ રજૂ કરવામાં આવેલા, શાળાના પ્રથમ આવનારા વિધાર્થીઓને મેડલ દ્વારા અતિથિ વિશેષ દ્વારા સન્માનિત કરવામાં આવેલા વર્ષ દરમિયાનની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિજેતાઓને સર્ટીફીકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલા. શાળાના શિક્ષકોતેમજ શાળાના વડા ટ્રસ્ટીશ્રી ડૉ. પ્રદિપ ગગલાણી અને આચાર્યા શ્રીમતિ જ્યોતિ દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. અંતે સૌ અલ્પાહાર માણીને વિદાય થયા હતા.